Pages

Pages

Pages

Pages

રવિવાર, 25 ફેબ્રુઆરી, 2024

ફ્રી સોલાર રુફટોપ પ્રોજેકટ-ગુજરાત

 સોલાર રુફટોપ પ્રોજેકટ-ગુજરાત







ગુજરાતના અન્‍ય પાંચ શહેરોમાં વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ અને ભાવનગરમાં રુફટોપ સોલાર પ્રોજેકટ ઝડપથી આગળ વધારવાનો કાર્યક્રમ




૧.૧ કાર્યક્રમ વિશેઃ

ગાંધીનગર સોલાર રુફટોપ સોલાર પીવી પ્રોજેકટ, ૨૦૧૧ની સફળતા પછી, ગુજરાત સરકારે (જીઓજી) રુફટોપ સોલાર પીવી પહેલને રાજયમાં પાંચ વિશાળ શહેરોમાં, સમાન પાયલોટ પ્રોજેકટના વિકાસ દ્વારા પુનરાવર્તીત કરી આગળ વધારવાનો નિર્ણય કર્યો છે, એટલે કે

  • વડોદરા
  • રાજકોટ
  • મહેસાણા
  • ભાવનગર
  • સુરત

પરિયોજના, ગાંધીનગરની જેમ સમાન મોડલનો ઉપયોગ કરશે એટલે કે, એ પીપીપી આધરિત મોડેલ જે ખાનગી વ્‍યકિતઓ દ્વારા રુફટોપ પ્રોજેકટસમાં રોકાણો દ્વારા રુફટોપ ઇન્‍સ્‍ટોલેશનમાં સહાય કરે છે. ખાનગી રુફટોપ પ્રોજેકટ ડેવલોપર્સને સ્‍પર્ધાત્‍મક કાર્યવાહી દ્વારા પસંદગી કરવામાં આવશે. ડેવલોપર્સ, ખાનગી વ્‍યકિતગત નિવાસી, વાણિજિયક તેમજ ઔદ્યોગિક રુફટોપ માલિકો પાસેથી લાંબા સમયગાળા માટે પટેથી રુફટોપ લેવા માટે જવાબદાર રહેશે.

ખાનગી રુફટોપ માલિકોને કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવશે અને ખાનગી પ્રોજેકટ ડેવલોપર્સને, તેઓના રુફટોપ પટેથી આપીને આવક ઉભી કરશે. રુફટોપ પટેથી આપીને મેળવેલ ફાયદો ગ્રીન ઇન્‍સેનટીવ તરીકે ઓળખાય છે.


આ ગ્રીડ સંબંધિત કાર્યક્રમ છે, જેમાં રુફટોપ પર સોલર ફોટોવોલ્‍ટેઇક (એસપીવી) સીસ્‍ટમ ગોઠવવામાં આવશે અને વીજળી ગ્રીડ સાથે જોડવામાં આવશે. આ પ્રોજેકટ હેઠળ, ગુજરાત સરકારે જુદા જુદા પ્રકારના રુફટોપ પર આશરે ૨૫ એમડબલ્‍યુ (એટલે કે ૨૫૦૦૦ કિલોવોટસ) ગુજરાતમાં પાંચ શહેરોમાં નીચેના કોઠા ૧ માં બતાવ્‍યા મુજબ પીવી ઇન્‍સ્‍ટોલેશન સ્‍થાપવાનો લક્ષ્‍યાંક રાખ્‍યો છે.


કોઠો-૧ : પ્રોજેકટ અને ક્ષમતાવર્ધનની વિગતો

ક્રમ નં.શહેરડીસકોમક્ષમતા વધારો (મેગાવોટ)
ભાવનગરપીજીવીસીએલ૩.૫
રાજકોટપીજીવીસીએલ૬.૫
મહેસાણાયુજીવીસીએલ૫.૦
સુરતડીજીવીસીએલ૫.૦
વડોદરાએમજીવીસીએલ૫.૦
સરવાળો૨૫.૦

રસ ધરાવતા બીડર્સ નીચેનામાંથી કોઇપણ એક પેકેજ માટે અરજી કરી શકે છે

વધુ માહિતી માટે ઓફીશિયલ વેબ સાઈટ માટે નીચે આપેલી લિંક ક્લિક કરો... અને વધુ વિગત જાણવા : 9925523779 કોલ કરીને માહિતી મેળવી શકો છો

https://gpcl.gujarat.gov.in/showpage.aspx?contentid=110&lang=Gujarati

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો