જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
🆕 ધોરણ 8 પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે નવી શિષ્યવૃતિ યોજના
▪️ધો.૯-૧૦ ના વાર્ષિક ૨૦૦૦૦ અને
▪️ધો.૧૧-૧૨ ના વાર્ષિક ૨૫૦૦૦
*ધોરણ 9 થી 12 મા મળશે કુલ 90000 સ્કોલરશીપ*
તમામ વાલીઓને શેર કરવા વિનંતી.
મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા
મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા પરિણામ જાહેર
ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના (ધોરણ 6 થી 12 માટે)યોજનાનું નામ : મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
યોજનાના અમલીકરણ અધિકારી : નિયામક શ્રી ,શાળાઓ
વિદ્યાર્થીઓને મળવાપાત્ર યોજનાના લાભો
જે વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા નિયત ધારા ધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ છ માં પ્રવેશ મેળવશે તેવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નો લાભ ધોરણ છ થી શરૂ કરી ધોરણ 12 પૂરું કરે ત્યાં સુધી નીચે મુજબ મળવાપાત્ર રહેશે.
- ધોરણ છ થી આઠ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹20,000
- ધોરણ નવ થી 10 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 22000 રૂપિયા
- ધોરણ 11 થી 12 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹25,000
જે વિદ્યાર્થીઓ સરકારી અથવા કોઈપણ અનુદાનિત શાળાઓમાં ધોરણ છ માં પ્રવેશ મેળવીને ધોરણ છ થી 12 નો અભ્યાસ આ શાળાઓમાં વિનામૂલ્યે મેળવવાનું ચાલુ રાખે તેવા વિદ્યાર્થીઓને નિશુલ્ક અભ્યાસ ઉપરાંત નીચે મુજબની વધારાની સ્કોલરશીપ આપવામાં આવશે.
- ધોરણ છ થી આઠ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹5,000
- ધોરણ નવ થી 10 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹6000
- ધોરણ 11 થી 12 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક ₹7,000
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના વિધાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા
ઉપર મુજબ ખરાઇ પછી જે વિધાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા વિધાર્થીઓનું કામચલાઉ મેરીટ લીસ્ટ નિયામકશ્રી, શાળાઓ દ્વારા એક અલાયદા પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે,
- રાજ્ય કક્ષાની યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં ૫૦% લાભાર્થી કન્યાઓ રહેશે. ૮. સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિધાર્થીઓ નિયત સમય
- મર્યાદામાં ક્રમાંક ૩માં દર્શાવ્યા
- શાળાઓએ આ રીતે સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિધાર્થીઓને જ્યારે ધોરણ ૬માં પ્રવેશ આપવામાં આવશે ત્યારે તેવા વિધાર્થીઓને તેઓની શાળાઓમાં પ્રવેશ બાબતનું જનરલ રજીસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર, શાળાના આચાર્યના સહી અને સિક્કા સાથે વિધાર્થીને આપવાનું રહેશે.
- E. વિધાર્થીના વાલીએ આ પ્રમાણપત્ર પોર્ટલ ઉપર આપવામાં આવેલ સૂચના અનુસાર નિયત સમયમર્યાદામાં અપલોડ કરવાનું રહેશે. પસંદગી મુજબની શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિધાર્થીઓની અને તેઓન વાલીની રહેશે, તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે, શાળાઓની જવાબદારી રહેશે નહીં.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના સ્કોલરશીપની રકમની ચૂકવણીની પ્રક્રિયા
આ યોજના હેઠળ સ્કોલરશીપની ચૂકવણી નિયામકશ્રી, શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનીકી
- ટ્રાન્સફર (DBT) થી સીધા વિધાર્થી/વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. B. નિયામકશ્રી, શાળાઓ દ્વારા આ સ્કોલરશીપ યોજના માટેના પોર્ટલમાં વિધાર્થીઓ દ્વારા મેળવેલ પ્રવેશ અંગેની જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત ખરાઇ કરવાની રહેશે.
- તે ખરાઇ કર્યા પછી વહેલામાં વહેલી તકે સંબંધિત વાર્લીના ખાતામાં તેઓની મળવાપાત્ર સ્કોલરશીપ રકમની ૫૦% રકમ ડાયરેક્ટ બેનીકીટ ટ્રાન્સકર(DBT) દ્વારા નિયામકશ્રી, શાળાએ ચૂકવી આપવાની રહેશે.
- D. સ્કોલરશીપના બીજા હપ્તાની ૫૦% રકમ શૈક્ષણિક વર્ષના બીજા સત્રની શરૂઆતમાં વિધાર્થીઓની પહેલા સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે ચૂકવવાની રહેશે. . જ્યારે આ વિધાર્થી બીજા વર્ષે ધોરણ ૭માં પહોંચે ત્યારે ધોરણ ૬ની બીજા સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં બીજા વર્ષની સ્કોલરશીપના ૫૦% પહેલા હપ્તાની રકમ ચૂકવવાની રહેશે.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનું પરિણામ અને મેરીટ (ધોરણ 6 થી 12 માટે)
- સંપૂર્ણ યોજના નો પૂરેપૂરો અભ્યાસ કરવા માટે તેમજ માહિતી માટે તારીખ 7 જુન 2023 નો ઠરાવ વાંચવા માટે અહીં ક્લિક કરો.
- મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ શિષ્યવૃત્તિ યોજના નું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.
- મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ યોજના નું પ્રથમ મેરીટ લીસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
- પ્રાઇવેટ શાળાઓના વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રી જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ યોજના મોડેલ સ્કૂલ માટેનો મેરીટ લીસ્ટ જોવા અહીં ક્લિક કરો.
- પ્રાઇવેટ શાળાઓના વિદ્યાર્થીઓનો મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ યોજના રક્ષા શક્તિ શાળાઓ માટે નું મેરીટ લીસ્ટ જોવા અહીં ક્લિક કરો.
- કન્ફર્મેશન નંબર જોવા માટે અહીં ક્લિક કરો
અગત્યની લીંક
અગત્યની લીંક
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો